ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દ્વિજ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૦ ગુરુ અને ૫૬ લઘુ મળી ૭૬ વર્ણ અને ૯૬ માત્રા આવે છે.
[ સં. ] पुं. ચંદ્ર પુરાણોમાં ચંદ્રનો બે વાર જન્મ થયેલો કહેલ છે. તે એક વાર અત્રિ ઋષિનો પુત્ર થયો હતો અને બીજી વાર સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી નીકળ્યો હતો.
पुं. તુંબરૂ વૃક્ષ.
[ સં. દ્વિ ( બે ) + જ ( જન્મેલું ) ] पुं. દાંત બાળકને પહેલાં દૂધિયાં દાંત આવે છે અને તે પડી ગયા પછી છાશિયા દાંત આવે છે. આમ બે વાર દાંત આવતા હોવાથી તેને દ્વિજ કહે છે.
पुं. પ્રેમાનંદ કવિ.
पुं. બે વાર જન્મેલો અથવા બીજી વાર વિધિયુક્ત યજ્ઞોપવીત થયેલું હોય તે માણસ. બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય એ કોઈને પણ એ શબ્દ લગાડવામાં આવે છે, કારણ કે તેમના બે જન્મ મનાય છેઃ એક કુદરતી અને બીજો જ્ઞાન, સંસ્કૃતિ વગેરે દ્વારા આધ્યાત્મિક જન્મ.
पुं. બ્રાહ્મણ; વિપ્ર. યજ્ઞોપવીત વિધાન સંસ્કારથી તેને નવો જન્મ મળે છે, તેથી બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે.
न. ચીરફળ. ચાર વર્ણમાં બ્રાહ્મણનો વર્ણ પીળો છે, તેવું ચીરફળ પણ પીળું હોય છે. માટે તેને દ્વિજ કહે છે.
न. પક્ષી; પંખી; અંડજ.
૧૦ वि. બત્રીશ.
૧૧ वि. બે વાર જન્મેલું; બે વાર ઉત્પન્ન થયેલું; પુનર્જાત.